Crude Oil Outlook: ક્રૂડ 70થી 75 ડોલરે ક્યારે પહોંચશે? Mahindra Noeનું શું છે માનવું?
ક્રૂડ ઓઇલ હાલમાં લગભગ $91 પ્રતિ બેરલની આસપાસ છે, ત્યારે મોટો સવાલ એ છે કે શું તે ફરી $70-$75 સુધી આવી શકે? Kotak Neoના કોમોડિટી રિસર્ચના વડા અનિંદ્ય બેનર્જીના મતે હાલ આ સ્તર ઘણું દૂર છે. ક્રૂડને $70-$75 સુધી આવવા માટે West Asiaનું સંકટ લગભગ સંપૂર્ણપણે ઉકેલાવું જરૂરી રહેશે.

ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન યુદ્ધને લઈને ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન હાલમાં નવા હુમલા કરવાના નિવેદનને લઈને ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે આ વચ્ચે Kotak Neoના કોમોડિટી રિસર્ચના વડા અનિંદ્ય બેનર્જીના જણાવ્યા મુજબ ક્રૂડ ઓઇલ માટે હાલ $75-$80નો વિસ્તાર મજબૂત ફ્લોર તરીકે કામ કરી શકે છે. એટલે કોઈ મોટો જિયોપોલિટિકલ શાંતી વગર ભાવ આ સ્તરથી ઘણો નીચે જવાનું મુશ્કેલ બની શકે છે.
કંઈ રેન્જમાં રહી છે ભાવ?
અનિંદ્ય બેનર્જીના મતે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉપરની તરફ પણ $115-$120 આસપાસનું લેવલ મહત્વનું છે. હાલના સંજોગોમાં ક્રૂડ ઓઈલ લગભગ $80થી $110ની વ્યાપક રેન્જમાં રહી શકે છે. જો ભાવ આ રેન્જની ઉપર જાય તો તેનો અર્થ મિડલ ઈસ્ટમાં ફરી ગંભીર તણાવ કે supply disruption વધી રહ્યું છે. બીજી તરફ જો ક્રૂડ $80ની નીચે જાય તો તે માટે West Asiaના સંકટમાં નોંધપાત્ર અને ટકાઉ શાંતિ જરૂરી બની શકે છે.
આ પણ વાંચો: Crude Oil Price: ટ્રમ્પનું એક નિવેદન અને ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો, બ્રેન્ટ ક્રૂડ $91.88 પહોંચ્યું
તો $70-$75 ક્યારે શક્ય?
Kotak Neoના મતે $70-$75નું સ્તર ત્યારે જ વાસ્તવિક બની શકે જ્યારે West Asia crisisનું સંપૂર્ણ અથવા લગભગ સંપૂર્ણ સમાધાન થાય. હાલની સ્થિતિમાં માત્ર તણાવ થોડો ઘટે એટલાથી crude સીધું $70-$75 સુધી પહોંચે તેવી શક્યતા ઓછી છે. એટલે હાલ માટે બજારનો મુખ્ય રેન્જ $80-$110 માનવામાં આવી રહ્યો છે, જ્યારે $75-$80 નજીકનો વિસ્તાર મહત્વનો આધાર અને $115-$120 ઉપરનો મર્યાદિત વિસ્તાર ગણાય છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો

Pomegranate Export: વિદેશી માંગ વધતા દાડમની નિકાસમાં ઉછાળો, ખેડૂતોની આવક 25% વધી

Gold Silver Price Today : અમેરિકામાં મોંઘવારીનો ઝટકો! સોનું $4,000ની નીચે, ચાંદીમાં 1.27%નો કડાકો

Gold Demand in India: દિવાળીમાં ભારતીયોએ ખરીદ્યું ₹72,000 કરોડનું સોનું, જાણો કેમ વધ્યો ક્રેઝ





