Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી
MCX પર સોનું ₹1,36,690 પર પહોંચ્યું, જ્યારે ચાંદી ₹1,77,512 પર આવી; મોટા ઘટાડા બાદ નીચા સ્તરે ખરીદી જોવા મળી, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.72% વધીને $3,913.10 અને ચાંદી $50.075ના સ્તરે ટ્રેડિંગ

બુલિયન માર્કેટમાં તાજેતરમાં આવેલા મોટા ઘટાડા પછી હવે નીચા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે, જેને પગલે ઘરઆંગણે સોનામાં તેજી જ્યારે ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી યથાવત્ રહી છે. શુક્રવારે 13 નવેમ્બરે આ સમાચાર લખાય છે ત્યારે Comex પર સોના વાયદો પ્રતિ ઔંસ 3,913.10 જ્યારે ચાંદી વાયદો પ્રતિ ઔંસ 50.075 ડોલર ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે MCX પર આ સમાચાર લખાય છે ત્યારે સોના વાયદો પ્રતિ 10 ગ્રામ રૂ. 1,36,690 જ્યારે ચાંદી વાયદો પ્રતિ કિલો રૂ. 1,77,512ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
સોનાના ભાવમાં તેજી યથાવત્
સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 227ની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,36,502ના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 1,36,225 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 465ની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,36,690ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોના વાયદાએ આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.
ચાંદીમાં ઉછાળા પછી આવી નરમાઈ
ચાંદી વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 968ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,79,692ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,78,724 હતો. જોકે, પ્રારંભિક તેજી પછી ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી. આ લખાય છે ત્યારે ચાંદી વાયદો રૂ. 1212 અથવા 0.68 ટકાના ઘટાડા સાથે રૂ. 1,77,512ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી વાયદાએ આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 3,883.30 ડોલરના સ્તરે ખુલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 3,885.30 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 27.80 ડોલર એટલે કે 0.72 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 3,913.10 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.
Comex પર ચાંદી વાયદો પ્રતિ ઔંસ 50 ડોલરના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ 50.06 ડોલર હતો. આ સમાચાર લખા છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.02 ટકાની નજીવી તેજી સાથે 50.075 ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે. આ કોન્ટ્રાક્ટે આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.

અમેરિકામાં મોંઘવારીમાં વધારાની અસર
કિંમતી ધાતુઓના બજારમાં ગુરુવારે આવેલા તિવ્ર ઘટાડા પછી શુક્રવારે 13 નવેમ્બરે પ્રારંભિક આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. અમેરિકામાં મોંઘવારી અપેક્ષા કરતાં વધુ રહેવાથી, ડોલરના મજબૂત થવાથી અને અમેરિકન ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ લગભગ 5 ટકાએ પહોંચવાના કારણે આવેલા તિવ્ર કડાકા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં આ સુધારો જોવા મળ્યો છે. બજારમાં હવે ડિસેમ્બરમાં અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દર વધારા અંગે બજારની અપેક્ષાની મહત્વની ભૂમિકા હશે.
સોના અને ચાંદીમાં નવી વેચવાલી
ટેકનિકલરૂપે સોનાના બજારમાં નવી વેચવાલી જોવા મળી રહી છે. આ સમયે ઓપન ઈન્ટરેસ્ટ 0.35 ટકા વધીને 15,771 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગયો, જ્યારે ભાવમાં રૂ. 1,928નો ઘટાડો આવ્યો. સોનાને હાલ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,280ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરથી નીચે જતા ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,40,400 સુધી ગગડી શકે છે. બીજીબાજુ પ્રતિ 10 ગ્રામ રૂ.1,42,970 પ્રતિકારક સ્તર છે. આ ભાવ પર ટકી રહેતા સોનાનો ભાવ ઉપરની તરફ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,770 સુધી પહોંચી શકે છે.
ટેકનિકલરૂપે ચાંદીના બજારમાં પણ નવી વેચવાલી જોવા મળી રહી છે. ઓપન ઈન્ટરેસ્ટ 0.75 ટકા વધીને 16,826 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગયો જ્યારે ભાવમાં પ્રતિ કિલો રૂ. 2,353નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીને હાલમાં પ્રતિ કિલો રૂ. 1,82,820ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરથી નીચે જતા ભાવ પ્રતિ કિલો રૂ. 1,80,750 સુધી ગગડી શકે છે. બીજીબાજુ ચાંદી વાયદામાં પ્રતિ કિલો રૂ. 1,86,520 પ્રતિકારક સ્તર છે. તેનાથી ઉપર જતા ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,88,250 સુધી પહોંચી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો

Pomegranate Export: વિદેશી માંગ વધતા દાડમની નિકાસમાં ઉછાળો, ખેડૂતોની આવક 25% વધી

Gold Silver Price Today : અમેરિકામાં મોંઘવારીનો ઝટકો! સોનું $4,000ની નીચે, ચાંદીમાં 1.27%નો કડાકો

Gold Demand in India: દિવાળીમાં ભારતીયોએ ખરીદ્યું ₹72,000 કરોડનું સોનું, જાણો કેમ વધ્યો ક્રેઝ

ગુજરાતના પંચમહાલ સહિત 398 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત, 6 નવા જિલ્લાનો સમાવેશ કરાયો





