KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોંઘવારીએ પાર કરી RBIની ‘લક્ષ્મણ રેખા’ : ઓક્ટોબરમાં 6.09 ટકા પહોંચ્યો ફુગાવો, ડુંગળી 116 ટકા થઈ મોંઘી

દેશમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી ગામડા અને શહેરોમાં મોંઘવારીના દરમાં ઊછાળો આવ્યો છે. મોંઘવારી આરબીઆઈના લક્ષ્યની મહત્તમ મર્યાદાને પાર થઈ.

kuberanow deskPublished On : 12 Nov 2026
Inflation.png
AI Generated Image

દેશમાં મોંઘવારીએ ફરી એક વખત સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર વધીને 6.09 ટકાએ પહોંચી ગયો છે. આ આંકડો ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી નિશ્ચિત કરાયેલી 6 ટકાની મહત્તમ મર્યાદાને પાર થઈ ગયો છે. આરબીઆઈનું લક્ષ્ય રિટેલ મોંઘવારીને 4 ટકા આજુબાજુ રાખવાનું હતું, તેમાં 2 ટકા ઉપર-નીચે થવાની સંભાવના હતી. સપ્ટેમ્બર 2026માં રિટેલ મોંઘવારી દર 5.54 ટકા હતો જ્યારે ઓક્ટોબર 2025માં તે માત્ર 0.25 ટકા નોંધાયો હતો. ખાસ વાત એ છે કે 2024ને આધાર વર્ષ માનીને શરૂ કરાયેલા નવા મોંઘવારી દરમાં આ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. મોંઘવારીની સૌથી વધુ અસર શાકભાજીના ભાવ પર જોવા મળી છે. ડુંગળીનો મોંઘવારી દર 116 ટકાથી વધુ રહ્યો જ્યારે લસણ, આદુ અને લીંબુના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.

સતત 12 મહિનાથી મોંઘવારી દરમાં ઉછાળો

સરકારી આંકડા મુજબ રિટેલ મોંઘવારી દર સતત 12 મહિનાથી વધી રહ્યો છે. મોંઘવારીના આંકડા ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં અલગ અલગ રહ્યા. મોંઘવારીની અસર દેશના ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળી છે. ઓક્ટોબરમાં ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ મોંઘવારી દર 6.08 ટકાથી વધીને 6.63 ટકા થયો હતો. શહેરી ક્ષેત્રોમાં તે 4.88 ટકાથી વધીને 5.41 ટકા નોંધાયો હતો.


Inflation Info.png


ખાવા-પીવાની વસ્તુઓએ મોંઘવારી વધારી

ઓક્ટોબરમાં મોંઘવારી વધવાનું સૌથી મોટું કરાણ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ રહ્યા. ખાદ્ય મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 7.74 ટકાથી વધીને ઓક્ટોબરમાં 8.94 ટકા થઈ ગયો. ગામડામાં ખાવા-પીવાની વસ્તુઓનો મોંઘવારી દર 9.09 ટકા રહ્યો જ્યારે શહેરોમાં તે 8.68 ટકા નોંધાયો હતો. શાકભાજીની વાત કરીએ તો ડુંગળીનો મોંઘવારી દર સૌથી વધુ રહ્યો. ઓક્ટોબરમાં તે 116.22 ટકા થયો હતો જ્યારે સપ્ટેમ્બરમાં તે 108.13 ટકા હતો. લસણનો મોંઘવારી દર પણ 54.62 ટકા વધીને 60.74 ટકા થયો હતો. આદુ 48.32 ટકા અને લિંબુ 47.30 ટકા મોંઘા થયા હતા. સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ આ વસ્તુઓના ભાવ ગયા વર્ષે ઓક્ટોબરની સરખામણીમાં આટલા વધુ રહ્યા છે. આ ભાવ એક મહિનાનો વધારો નથી દર્શાવતા.


બટાકા સહિત કેટલીક શાકભાજીના ભાવ ઘટ્યા

ઓક્ટોબરમાં બધા શાકભાજીના ભાવ મોંઘા નથી થયા. કેટલીક શાકભાજીના ભાવ ગયા વર્ષની સરખામણીએ ઘટ્યા હતા. બટાકના ભાવમાં 14.24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફુલાવરના ભાવ 10.57 ટકા અને નારિયેળના ભાવ 5.60 ટકા ઘટ્યા હતા. આ સિવાય રિંગણ 3.34 ટકા અને કોબીજ 1.92 ટકા સસ્તા થયા હતા.


ખાવા-પીવાની વસ્તુઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરાં, ઢાબા પર ખાવાનું અને બહાર રોકાણ પણ મોંઘા થયા છે. ગામડામાં રેસ્ટોરાં અને રોકાણની સેવાઓનો મોંઘવારી દર 10.24 ટકા રહ્યો જ્યારે શહેરોમાં તે 9.90 ટકા નોંધાયો હતો. અંગત ઉપયોગની વસ્તુઓ અને અન્ય સેવાઓવાળી શ્રેણીમાં પણ મોંઘવારી વધુ રહી. ગામડામાં આ શ્રેણીનો દર 10.84 ટકા અને શહેરોમાં 9.24 ટકા રહ્યો.


કયા રાજ્યોમાં કેટલી રહી મોંઘવારી

ઓક્ટોબરમાં અનેક મોટા રાજ્યોમાં ગામડાઓનો મોંઘવારી દર શહેરો કરતાં વધુ રહ્યો. આંધ્ર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 7.81 ટકા અને શહેરોમાં 6.37 ટકા રહ્યો. કર્ણાટકના ગામડામાં મોંઘવારી 7.54 ટકા અને શહેરોમાં 6.60 ટકા નોંધાઈ હતી. કેરળમાં તે ક્રમશઃ 7.01 ટકા અને 5.58 ટકા રહી. અન્ય રાજ્યોમાં ગામડા અને શહેરો વચ્ચે મોંઘવારીનું અંતર સ્પષ્ટ જોવા મળ્યું છે. જેમ કે, ઉત્તર પ્રદેશણાં ગામડામાં મોંઘવારી દર 7.20 ટકા રહ્યો જ્યારે શહેરોમાં તે 4.88 ટકા હતો. દિલ્હીના શહેરી વિસ્તારોમાં મોંઘવારી દર 3.77 ટકા હતો.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Indian Economy

Indian Economy સૌથી મજબૂત, 2026–30માં 6.9% વૃદ્ધિનો અંદાજ: ASSOCHAM

RBI repo.png

RBI Repo Rate: ડિસેમ્બરમાં EMIનો ઝટકો? મોંઘવારીના કારણે વ્યાજદરમાં 25 bps વધારાની શક્યતા

PLI Scheme

PLI Scheme: રોકાણ 76%, પણ રોજગારી માત્ર 28%: નીતિ આયોગનો રિપોર્ટ

Direct Tax Collection

Net Direct Tax Collection: સરકારની ચોખ્ખી ટેક્સ વસૂલાત 11.76% વધી ₹14.42 લાખ કરોડ, STTમાં 52%નો ઉછાળો

PM Mudra Yojana

Credit Guarantee: નાના ઉદ્યોગસાહસિકો માટે રાહત! ક્રેડિટ ગેરંટી યોજના પાંચ વર્ષ લંબાઈ, ગેરંટી ફી પણ ઘટી

rupees

Rupee Strong: રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 93.70 પર બંધ, ક્રૂડમાં નરમાઈ અને વિદેશી રોકાણથી મળ્યો ટેકો

NIKAS BAND

બેટરી કચરાની નિકાસ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ, લિથિયમ-આયન ‘બ્લેક માસ’ હવે વિદેશ નહીં જઈ શકે

CREDIT GROWTH

Credit Growth: ઑક્ટોબરમાં લોન વૃદ્ધિ 21% સુધી પહોંચી, HSBCએ FY27નો અંદાજ વધારી 18% કર્યો