દિવાળી વેકેશનમાં દીવ બન્યું 'મિની ગોવા':દ્વારકા-સોમનાથમાં પણ પ્રવાસીઓનો ધસારો
દિવાળી અને મીની વેકેશન દરમિયાન ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દીવ, સોમનાથ અને દ્વારકામાં હોટલ, રિસોર્ટ, બજારો અને પાર્કિંગ સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યાં છે. માઉન્ટ આબુમાં પણ ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે.

Heavy Tourist Rush in Gujarat Destinations: દિવાળીના તહેવારો અને મીની વેકેશનનો માહોલ જામતા ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સંઘપ્રદેશ દીવથી લઈને સોમનાથ અને દ્વારકા સુધી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. બીજી તરફ, ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારે ધસારાને કારણે હોટલ, રિસોર્ટ, બજારો અને પાર્કિંગ સ્થળો પર પણ ચહલપહલ વધી છે.
દીવ બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
દિવાળીના મીની વેકેશનમાં સંઘપ્રદેશ દીવ ફરી એકવાર સહેલાણીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. સાસણ અને સોમનાથની સાથે દીવમાં પણ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ખાસ કરીને નાગવા બીચ, ઘોઘલા બીચ અને ચક્રતીર્થ બીચ પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઐતિહાસિક દીવ કિલ્લો, પાણી કોઠા અને સેન્ટ પોલ ચર્ચ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓના ધસારાને કારણે દીવની હોટલો, રિસોર્ટ અને બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. તહેવાર નિમિત્તે દીવ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને રાત્રિના સમયે આકર્ષક સજાવટ જોવા મળી રહી છે. લાભપાંચમ સુધી પ્રવાસીઓનો આ ધસારો યથાવત રહેવાની શક્યતા છે.
સોમનાથ અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ
દિવાળીની રજાઓ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યા છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓના ભારે ધસારાને કારણે દ્વારકા-જામનગર હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હજારો નાના-મોટા વાહનોની અવરજવરને કારણે યાત્રાધામ દ્વારકામાં ભારે ટ્રાફિકનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે પણ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિવાર સાથે પહોંચી રહ્યા છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે સોમનાથ મંદિર ટ્રસ્ટનું પાર્કિંગ પણ હાઉસફુલ થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ ભક્તોનો પ્રવાહ યથાવત રહેવાની શક્યતા છે.
માઉન્ટ આબુમાં ગુજરાતીઓનો ધસારો
દિવાળી બાદ ગુજરાતીઓમાં ફરવા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી સહેલાણીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. રોશનીથી ઝળહળી ઉઠેલી નક્કી લેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રાત્રિના સમયે રંગબેરંગી લાઇટિંગ અને ફુવારાઓનો નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. માઉન્ટ આબુના બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ રહ્યા છે, જ્યારે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સહેલાણીઓની સુવિધા માટે નગરપાલિકાએ અલગ-અલગ પાર્કિંગ પોઇન્ટ નક્કી કર્યા છે અને નક્કી લેક પર લાઇટિંગ તથા ફુવારા પણ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતીઓ માટે નજીકનું મનપસંદ હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં દિવાળી બાદ પ્રવાસન વ્યવસાયમાં પણ તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit: PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આ પણ જુઓ :
Also Read

Ahmedabad–Chhapra Special Train: 14 નવેમ્બરે દોડશે અમદાવાદથી છપરા સુધી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

PM Modi Gujarat Visit: PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ





