KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

World's Highest Railway Station: ₹1.31 લાખ કરોડનાં ખર્ચે હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન બનવાની તૈયારી

489 કિમી લાંબી બિલાસપુર–મનાલી–લેહ રેલવે લાઇનનો સર્વે પૂર્ણ થયો છે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. આશરે ₹1.31 લાખ કરોડના આ પ્રોજેક્ટમાં 270 કિમીનો માર્ગ સુરંગોમાંથી પસાર થશે. વિશ્વના સૌથી ઊંચા સ્ટેશનની સંભાવના દર્શાવાઈ રહી છે, પરંતુ બાંધકામની મંજૂરી હજુ બાકી છે.

kuberanow deskPublished On : 9 Nov 2026
Bilaspur-Leh Railway
Highest Railway StationAI Image

World's Highest Railway Station: હિમાલયના દુર્ગમ પહાડોમાંથી લદ્દાખ સુધી રેલવેની કનેક્ટિવિટી પહોંચાડવા કેન્દ્ર સરકાર આશરે ₹1.31 લાખ કરોડની મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહ્યું છે. પ્રસ્તાવિત 489 કિમી લાંબો બિલાસપુર–મનાલી–લેહ રેલવે કોરિડોર પ્રવાસીઓ અને માલસામાનની અવરજવર સરળ બનાવવાની સાથે સરહદી વિસ્તારોની વ્યૂહાત્મક કનેક્ટિવિટી મજબૂત કરી શકે છે. આ માર્ગ પર વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન બનવાની સંભાવના છે. જોકે, આ પ્રોજેક્ટ હજુ આયોજનના તબક્કામાં છે.

 

₹1,31,000 કરોડનાં ખર્ચે બનશે રેલવે લાઇન

રેલવે મંત્રાલયની સત્તાવાર માહિતી મુજબ, આ નવી લાઇનનો સર્વે પૂર્ણ થયો છે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1,31,000 કરોડ છે. સંરક્ષણ મંત્રાલયે આ લાઇનને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતી લાઇન તરીકે ઓળખાવી છે. બાંધકામ શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ હજુ બાકી છે. આ રેલવે લાઇનની સૌથી નોંધપાત્ર વિશેષતા તેનો સુરંગમાર્ગ હશે. કુલ 489 કિમીમાંથી આશરે 270 કિમી, એટલે કે લગભગ 55% ભાગ સુરંગોમાંથી પસાર થશે. માર્ગ પર કુલ 62 સુરંગોનું આયોજન છે. આ રેલવે સ્ટેશન સમુદ્ર સપાટીથી લગભગ 5,359 મીટરની ઊંચાઈ પર સ્થિત હશે, જે ચીનના તાંગગુલા સ્ટેશન કરતાં 188 મીટર વધુ ઊંચું છે. હિમાલયના મુશ્કેલ ભૂગર્ભ બંધારણ વચ્ચે આટલી લાંબી સુરંગોનું નિર્માણ મોટો ઇજનેરી પડકાર રહેશે.

 

હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડશે

પ્રસ્તાવિત માર્ગ હિમાચલ પ્રદેશ અને લદ્દાખનાં મહત્ત્વનાં સ્થળોને જોડશે. તેમાં બિલાસપુર, મંડી, મનાલી, સિસ્સુ, કેલોંગ, સરચુ, રુમત્સે, ઉપશી અને ખારુનો સમાવેશ થાય છે. સત્તાવાર રૂટમાં બેરી, સુંદરનગર, દારચા અને પાંગનો પણ ઉલ્લેખ છે અને લાઇન લેહ ટર્મિનસ ખાતે પૂર્ણ થશે. આ જોડાણથી લદ્દાખ અને દેશના અન્ય વિસ્તારો વચ્ચે રેલ પરિવહનનો વિકલ્પ ઊભો થઈ શકે છે. અહેવાલો મુજબ, મનાલી–લેહ હાઇવે પરના ઊંચા તાંગલાંગ લા દર્રાની નીચે ‘તેંગલા’ રેલવે સ્ટેશન બનાવવાની દરખાસ્ત છે. તેને ચીનના તાંગગુલા સ્ટેશન કરતાં વધુ ઊંચાઈએ વિકસાવી શકાય તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સ્ટેશનની ચોક્કસ ઊંચાઈ અંગે પ્રકાશિત આંકડામાં અસંગતતા છે.

 

Bilaspur-Leh Railway


આટલી ઊંચાઈએ હવાનું દબાણ અને શરીરને ઉપલબ્ધ ઑક્સિજનનું દબાણ ઘટવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ભારે ઠંડી પણ મુસાફરો અને સૈનિકો માટે પડકાર બને છે. અહેવાલમાં આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેનોમાં નિયંત્રિત હવાનું દબાણ ધરાવતી અને ગરમ રાખી શકાય તેવી કેબિન તથા ખાસ ઑક્સિજન માસ્કની વ્યવસ્થા કરાશે.

 

વ્યૂહાત્મક મહત્ત્વ

ચીનની સરહદ નજીકના આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. તે સરહદી વિસ્તારો સુધી મુસાફરો અને માલસામાન પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે. ભારે હિમવર્ષા દરમિયાન પણ લદ્દાખની કનેક્ટિવિટી જાળવવાનો વિકલ્પ, પ્રવાસનને પ્રોત્સાહન અને રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

 

પરંતુ આ યોજનાને અમલમાં મૂકવી સરળ નહીં હોય. જટિલ ભૂગર્ભ રચના, અત્યંત ઠંડક ધરાવતું હવામાન, પહાડોના ઊંચા ઢોળાવ અને ઊંચાઈ પર કામ કરવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સર્વે અને DPR તૈયાર હોવા છતાં બાંધકામની મંજૂરી મળ્યા પછી જ પ્રોજેક્ટના અમલીકરણની આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: Bullet Train Project: દરિયાની નીચેથી દોડશે બુલેટ ટ્રેન: અમદાવાદ–મુંબઈ રૂટ પર વાયુ વેગે આગળ વધતું ટનલનું કામ


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn