તહેવારની સિઝનમાં ભારતમાં 2-2.5 લાખ નવી નોકરીની તકો ઉભી થશે, જાણો ક્યાં ક્ષેત્રોમાં થશે વધુ ભરતી?
જુલાઈથી ડિસેમ્બર 2026 દરમિયાન તહેવારી માંગને કારણે ભારતમાં 2 થી 2.5 લાખ અસ્થાયી અને ટૂંકા ગાળાની કે કામ-આધારિત નોકરીઓ સર્જાઈ શકે છે.

ભારતમાં જુલાઈથી ડિસેમ્બર 2026 દરમિયાન તહેવારી સિઝનની વધતી માંગને પહોંચી વળવા માટે 2 થી 2.5 લાખ અસ્થાયી અને ગિગ નોકરીઓ સર્જાઈ શકે છે. NLB Servicesના રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન કંપનીઓ પોતાની વર્કફોર્સ વધારશે અને તહેવારી ભરતીમાં 15-20 ટકાનો વધારો જોવા મળી શકે છે. ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ, રિટેલ, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને કન્ઝ્યુમર સર્વિસ જેવા ક્ષેત્રોમાં તહેવારો દરમિયાન વધતી માંગને કારણે મોટી સંખ્યામાં અસ્થાયી કર્મચારીઓની જરૂર પડશે.
કયા ક્ષેત્રોમાં વધશે ભરતી?
રિપોર્ટ મુજબ લાસ્ટ-માઈલ ડિલિવરી, વેરહાઉસિંગ, ઓર્ડર પૂર્તિ, રિટેલ સેલ્સ, ગ્રાહક સેવા, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ફીલ્ડ ઓપરેશન જેવી ભૂમિકાઓમાં વધુ રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત ડાર્ક સ્ટોર ઇન્વેન્ટરી કંટ્રોલર, રિટર્ન્સ અને રિફંડ નિષ્ણાત, માર્કેટપ્લેસ ઓપરેશન અને ઓર્ડર મેનેજમેન્ટ જેવી નવી ડિજિટલ આધારિત ભૂમિકાઓની માંગ પણ વધી રહી છે.
નાના શહેરોમાં વધશે રોજગાર
રિપોર્ટ અનુસાર તહેવારી ભરતીમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોની ભાગીદારી લગભગ 45 ટકા રહી શકે છે. આ શહેરોમાં ભરતી વૃદ્ધિ 25-30 ટકા રહેવાનો અંદાજ છે. જયપુર, લખનઉ, ઈન્દોર, સુરત, નાગપુર, ભુવનેશ્વર, કોયમ્બતૂર, ચંદીગઢ અને કોચી જેવા શહેરોમાં ઈ-કોમર્સ, રિટેલ અને રિજનલ ડિલિવરી નેટવર્કના વિસ્તરણથી રોજગારની માંગ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભારતની IT નિકાસમાં USનો દબદબો: FY26માં ₹10 લાખ કરોડથી વધુની સોફ્ટવેર સેવાઓ ખરીદી
નવા કર્મચારીઓ અને મહિલાઓ માટે તકો
રિપોર્ટ મુજબ ફ્રેશર્સ, પ્રથમ વખત નોકરી શોધનારાઓ અને મહિલાઓ તહેવારી ભરતીમાં મહત્વપૂર્ણ વર્ગ બની રહ્યા છે. ફલેક્સિબલ શિફ્ટ, નજીકના સ્થળે કામ કરવાની તક અને અસ્થાયી રોજગારની વ્યવસ્થાને કારણે નોન-મેટ્રો વિસ્તારોની મહિલાઓ માટે પણ નવી રોજગારીની તકો ઊભી થઈ રહી છે.
આ પણ જુઓ
Also Read

22 કોચ, 3 AC ક્લાસ સાથે Amrit Bharat Expressનો નવો અવતાર

Ramayana Box Office: 8 દિવસમાં વિશ્વભરમાં ₹1,034 કરોડનું ગ્રોસ કલેક્શન

નાના વેપારીઓ માટે ખુશખબર, UPI પેમેન્ટની સુવિધા પર NPCI આપશે પ્રોત્સાહન

Tourist Visa હવે Visitor Visa: વિઝાનાં નિયમો બન્યા સરળ! ફોર્મ ભરવાની વિગતો પણ ઘટી

કેન્દ્રીય કર્મચારીઓ માટે DA Hike બાદ બીજી મોટી ભેટ: ₹1.80 લાખના ગેજેટ્સ ખરીદવાની છૂટ

રસોડાથી રસ્તા સુધી મોંઘવારીનો માર: દૂધ, ઘી, સાબુથી લઈને CNG અને LPG સુધી બધું જ થયું મોંઘું, જાણો નવા ભાવ

SBI Cyber Alert: વીજળી-ગેસ બિલના નામે KYC અપડેટનો મેસેજ આવ્યો છે? ખાતું ખાલી થઈ શકે છે!





