Godzilla Minus Zero: ₹171 કરોડની ફિલ્મે ₹2000 કરોડની ‘Ramayana’ને પછાડી
‘ગોડઝિલા માઇનસ ઝીરો’એ ઓપનિંગ વીકએન્ડમાં વિશ્વભરમાં ₹567 કરોડની કમાણી કરીને ‘રામાયણ’ને પાછળ છોડી છે. ઉત્તર અમેરિકામાં જાપાનીઝ ફિલ્મનું કલેક્શન ‘રામાયણ’ કરતાં લગભગ 260% વધુ રહ્યું છે. જોકે, ભારતીય બજારમાં મજબૂત કમાણીએ ‘રામાયણ’ને વૈશ્વિક સરખામણીમાં ટક્કર આપવામાં મદદ કરી છે.

Godzilla Minus Zero: બોક્સ ઑફિસની સ્પર્ધામાં મોટા બજેટ કરતાં દર્શકોની પસંદગી વધુ મહત્ત્વની સાબિત થઈ છે. જાપાનની ‘ગોડઝિલા માઇનસ ઝીરો’એ પોતાના કરતાં અનેકગણા મોટા બજેટમાં બનેલી નિતેશ તિવારીની ‘રામાયણ’ને વૈશ્વિક ઓપનિંગ કલેક્શનમાં પાછળ છોડી છે. આશરે ₹171 કરોડના ખર્ચે બનેલી જાપાનીઝ ફિલ્મે પ્રથમ વીકએન્ડમાં જ વિશ્વભરમાં ₹567 કરોડની કમાણી કરીને ટોચનું સ્થાન મેળવ્યું છે.
Godzilla Minus Zeroનું બજેટ $19 મિલિયન
અહેવાલો મુજબ, Godzilla Minus Zeroનું નિર્માણ બજેટ $19 મિલિયન એટલે કે આશરે ₹171 કરોડ છે. તેની સામે ‘રામાયણ’નો ખર્ચ લગભગ $210 મિલિયન એટલે કે ₹1,890 કરોડ હોવાનું જણાવાયું છે. આ આંકડા પ્રમાણે ‘રામાયણ’નું બજેટ જાપાનીઝ ફિલ્મ કરતાં આશરે 11 ગણું વધારે છે અને તે અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. ઇન્ડસ્ટ્રીના અંદાજો અને બોક્સ ઓફિસ મોજોનાં અહેવાલો અનુસાર, ફિલ્મ ‘ગોડઝિલા માઇનસ ઝીરો’એ શુક્રવારથી રવિવાર દરમિયાન ઉત્તર અમેરિકામાં $31.6 મિલિયનની કમાણી કરીને ટોચ પર રહી હતી, જ્યારે હોલિવૂડની ‘કેટ ઇન ધ હેટ’ બીજા સ્થાને રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોડઝિલાનો દબદબો
આંતરરાષ્ટ્રીય બજારમાં ‘રામાયણ: રાઇઝ ઑફ અ લેજન્ડ’ નામે રજૂ થયેલી ‘રામાયણ’ પાંચમા સ્થાને રહી હતી. અમેરિકામાં કોઈ ભારતીય ફિલ્મને મળેલી અત્યાર સુધીની સૌથી વ્યાપક રિલીઝ છતાં તેણે શુક્રવારથી રવિવાર દરમિયાન $8.7 મિલિયન, એટલે કે આશરે ₹78.3 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે તે બજારમાં ફિલ્મની લંબાયેલા ઓપનિંગ વીકએન્ડની કુલ કમાણી $12.2 મિલિયન એટલે કે ₹109.8 કરોડે પહોંચી હતી. શુક્રવારથી રવિવારની સરખામણીમાં ગોડઝિલાની કમાણી ‘રામાયણ’ કરતાં લગભગ 260% વધુ રહી હતી.
‘ગોડઝિલા માઇનસ ઝીરો’ની આ સફળતા એટલા માટે પણ નોંધપાત્ર છે કે ફિલ્મ હજુ દક્ષિણ એશિયામાં રિલીઝ થઈ નથી. ‘રામાયણ’નો IMAX સ્ક્રીનો પર દબદબો હોવાથી જાપાનીઝ ફિલ્મની રિલીઝ પાછળ ધકેલવામાં આવી હોવાનું ચર્ચામાં છે. વૈશ્વિક સ્તરે ‘ગોડઝિલા માઇનસ ઝીરો’એ ઓપનિંગ વીકએન્ડમાં $63 મિલિયન એટલે કે ₹567 કરોડની કમાણી કરી હતી. તેની સામે ‘રામાયણ’એ ચાર દિવસના ઓપનિંગ વીકએન્ડમાં આશરે $55 મિલિયન એટલે કે લગભગ ₹500 કરોડ મેળવ્યા હતા. જોકે, બંને ફિલ્મોના કલેક્શનના સમયગાળા સરખા નથી; ‘રામાયણ’ના આંકડામાં ચાર દિવસનો સમાવેશ થાય છે.

જાપાનીઝ ફિલ્મનો અમેરિકામાં ડંકો
ભારતીય બજારમાં ‘રામાયણ’ની મજબૂત કમાણીએ બંને ફિલ્મો વચ્ચેનું અંતર ઘટાડ્યું હતું. ફિલ્મે ભારતમાં આશરે ₹290 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું, જે $30 મિલિયનથી વધુ થાય છે. તેમ છતાં, વૈશ્વિક ઓપનિંગ કલેક્શનમાં તે જાપાનીઝ ફિલ્મને પાછળ છોડી શકી નહોતી. તાકાશી યામાઝાકીના દિગ્દર્શનમાં બનેલી ‘ગોડઝિલા માઇનસ ઝીરો’ની વાર્તા વર્ષ 1949ના જાપાનમાં આકાર લે છે. બીજા વિશ્વયુદ્ધ પછી દેશ ફરી ઊભો થવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે, ત્યારે ગોડઝિલા પાછો ફરે છે. વર્ષ 2023ની ‘ગોડઝિલા માઇનસ વન’માં તેને હરાવી દેવામાં આવ્યો હોવાનું માનવામાં આવતું હતું. નવી ફિલ્મમાં રેડિયેશનને કારણે ફરી જીવંત થયેલો ગોડઝિલા ત્રણ માથાં ધરાવતા વિશાળ ડ્રેગન જેવા પ્રાણી કિંગ ઘિડોરાનો સામનો કરે છે. બંને રાક્ષસો વચ્ચેની લડાઈમાં માનવીઓ પણ મદદ કરે છે.
જાપાનીઝ સ્ટુડિયો Tohoએ ફિલ્મનું નિર્માણ કર્યું છે, જ્યારે ઉત્તર અમેરિકામાં તેનું ડિસ્ટ્રિબ્યુશન GKIDSએ કર્યું છે. $63 મિલિયનની વૈશ્વિક ઓપનિંગ સાથે ફિલ્મે ફ્રેન્ચાઇઝી માટે નવું બોક્સ ઑફિસ શિખર સર કર્યું છે. આ કમાણી ડિસેમ્બર 2023માં આવેલી ‘ગોડઝિલા માઇનસ વન’ની ઓપનિંગ કરતાં લગભગ ત્રણ ગણી છે.
આ પણ વાંચો: Ramayana Box Office: ચાર દિવસમાં ₹500 કરોડ પાર, સોમવારના એડવાન્સ બુકિંગે વધારી રેકોર્ડની આશા
આ પણ જુઓ:
Also Read

Gemini 4 Hydrogen: કોડિંગથી Google Search સુધી કામ બનશે ઝડપી, જાણો ફીચર્સ અને કિંમત

Microsoft Outage: ઈમેલથી AI સર્વિસ સુધી અનેક સર્વિસ કલાકોથી ઠપ

Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો

ડોલરને પડકારવા ચીનનો મોટો પ્લાન, 16 નવેમ્બરથી શરૂ થશે નવો ખેલ

Nvidiaના શેર બીજા 9 ટકા ઘટ્યા, CEO Jensen Huangના રાજીનામાની માંગ

MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં LIC, Adani Green,Coforge અને Mishoનો ઉમેરો

કોણ છે એલિસ હુઆંગ? Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધ અને ચીની જાસૂસના આરોપોથી ચર્ચામાં





