ઈન્ફોસિસ બીજા ક્વાર્ટરના પરિણામ : નફો 6 ટકા વધ્યો, રૂ. 26 ડિવિડન્ડની જાહેરાત
કંપનીનો નફો 6 ટકા વધી રૂ. 7,823 કરોડ થયો, આવક 11 ટકા વધને રૂ. 49,244 કરોડ થઈ, જાણો રૂ. 26 ડિવિડન્ડ, રેકોર્ડ ડેટ અને AI રેવન્યુ સંબંધિત માહિતી

આઈટી કંપની ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો નફો સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 6 ટકા વધીને રૂ. 7,823 કરોડ થઈ ગયો. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 7,364 કરોડ થયો હતો. કંપનીની કમાણીમાં પણ સારો વધારો થયો છે. ઈન્ફોસિસને ઓપરેશનમાંથી આવક 11 ટકા વધીને રૂ. 49,244 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 44,490 કરોડ હતી.
શૅરધારકોને મળશે રૂ. 26નું ડિવિડન્ડ
ઈન્ફોસિસના બોર્ડે પ્રત્યેક ઈક્વિટી શૅર પર રૂ. 26ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તે ગયા વર્ષની સરખામણીમાં 13 ટકા વધુ છે. કંપનીએ ડિવિડન્ડ માટે 3 નવેમ્બર 2026ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે, જ્યારે ચૂકવણી 11 નવેમ્બર 2026ના રોજ કરાશે.
AIથી વધી રહી છે કંપનીની કમાણી
ઈન્ફોસિસના CEO અને એમડી સલિલ પારેખે કહ્યું કે, કંપનીને આ ક્વાર્ટરમાં 5.2 અબજ ડોલરના મોટા સોદા મળ્યા, તેમાં 2 અબજ ડોલરથી વધુનો એક મોટો સોદો પણ સામેલ છે. કંપનીની કુલ કમાણીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ભાગીદારી 10.5 ટકા રહી. AIથી થતી કમાણી પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 29 ટકા વધી છે. કંપનીને આશા છે કે આગામી સમયમાં મોટી કંપનીઓ વચ્ચે AI ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી નવી તકો મળશે.

CFO જયેશ સાંઘરાજકાએ શું કહ્યું?
કંપનીના CFO જયેશ સાંઘરાજકાએ કહ્યું કે, બજારમાં ઉતાર-ચઢાવ છતાં ઈન્ફોસિસે બીજા ક્વાર્ટરમાં 21 ટકાનું ઓપરેટિંગ માર્જિન જાળવી રાખ્યું. કંપનીએ ખર્ચ ઘટાડવા અને કામકાજને વધુ સારું કરવા પર ધ્યાન આપ્યું છે. સાથે જ જરૂરી ક્ષેત્રોમાં રોકાણ પણ ચાલુ રાખ્યું છે. કંપનીનો ફ્રી કેશ ફ્લો 928 મિલિયન ડોલર રહ્યો, જે કંપનીના શુદ્ધ નફાના 113.3 ટકા છે.
શું છે કંપનીના પરિણામોનો અર્થ?
ઈન્ફોસિસના ક્વાર્ટર પરિણામોમાં નફો અને આવક બંનેમાં વધારો થયો છે. કંપનીએ AIથી થતી કમાણીમાં પણ સારી વૃદ્ધિ નોંધાવી છે. આ સિવાય શૅરધારકો માટે ડિવિડન્ડ વધારવાની જાહેરાત કરી છે. આગામી ક્વાર્ટરમાં કંપનીના ગ્રોથ પર AI સેવાઓની માગ અને મોટા કારોબારી સોદાઓની અસર જોવા મળી શકે છે.
બજારમાં ઈન્ફોસિસના શૅરના હાલ
BSEના આંકડા મુજબ 23 ઓક્ટોબર 2026ના રોજ ઈન્ફોસિસના શૅર 0.30 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 1,154.50ના સ્તરે બંધ થયા. શૅરમાં રૂ. 3.50ની તેજી જોવા મળી જ્યારે પાછલા ટ્રેડિંગ દિવસે તેનો બંધ ભાવ રૂ. 1,151 હતો. કંપનીના શૅરનો 52 સપ્તાહનો હાઈ રૂ. 1,727.85 અને નીચલું સ્તર રૂ. 980.30 હતું. આજના દિવસે આ શૅર રૂ. 1,188ના સ્તરે ખૂલ્યો હતો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

IDBI પાસે વૈશ્વિક પહોંચ ધરાવતી શ્રેષ્ઠ ભારતીય 'યુનિવર્સલ બેંક' બનવાની ક્ષમતાઃ FairFax

Q2 Result: Vodafone Ideaની ખોટ 8% વધીને ₹5,975 કરોડ, આવક 6.2% વધી ₹11,884 કરોડ

Adani Groupનો ₹23,500 કરોડનો મોટો ફંડિંગ પ્લાન, જાણો ક્યાં થશે ઉપયોગ

Reliance Investment: આંધ્ર પ્રદેશમાં ₹43,000 કરોડના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટની યોજના, 40,000 રોજગારીની સંભાવના

Tata Group News: નોએલ ટાટાએ છોડ્યું ચેરમેન પદ, જાણો કોને મળી ટાટા ઇન્વેસ્ટમેન્ટની કમાન

IOBના શેરમાં 4%થી વધુનો ઉછાળો, ₹5,000 કરોડ ઊભા કરવાની તૈયારીથી વધ્યું રોકાણકારોનું ધ્યાન

Stock Down: Cochin Shipyardનો શેર 8% સુધી તૂટ્યો, Q2નો નફો 53% ઘટ્યો, જાણો શું છે ઘટાડા પાછળના કારણો





