KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકા-ઇરાન શાંતિ મંત્રણાના પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડોલર પર ઊંચામાં ખૂલ્યા પછી ઘટીને 97 ડોલરે પહોંચ્યું

ક્રૂડ ઓઇલનો પ્રારંભ તો બજારમાં ઉછાળા સાથે થયો હતો, પરંતુ તેના પછી તેમા ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બજારમાં 98 ડોલર પર ઊંચામાં ખૂલ્યુ હતુ અને તેના પછી તે ઘટીને 97 ડોલર પર પહોંચી ગયુ છે.

desk@kuberanowPublished On : 9 Nov 2026
Crude Oil
AI Image

ક્રૂડ ઓઇલમાં ઘટાડા પાછળ અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધવિરામ થવાની પ્રબળ સંભાવના માનવામાં આવે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે હાલમાં ઇરાન સાથેની મંત્રણા સારી રીતે ચાલી રહી છે અને જો મંત્રણા આ જ રીતે સારી ચાલે તો તેનું પરિણામ સારું આવી શકે છે. આમ જો નહીં થાય તો અમારી પાસે ઇરાન પર આક્રમણ કરવાનો વિકલ્પ તો ખુલ્લો જ છે.

 

આ બતાવે છે કે હાલમાં અમેરિકાના ઇરાન પરના આક્રમણને બ્રેક લાગી છે, તેના કારણે ક્રૂડ ઓઇલમાં આવેલો વધારો તરત જ ધોવાયો છે અને તે યુદ્ધવિરામની સંભાવનાએ ઘટવા લાગ્યુ છે. જો યુદ્ધવિરામ થાય તો તેના પ્રથમ પગલાં તરીકે હોર્મુઝ ખૂલ્લુ મૂકવામાં આવી શકે છે. આ સંજોગોમાં બજારમાં સપ્લાય ચેઇન નિયમિત થવાથી વધુને વધુ ક્રૂડ ઓઇલનો પુરવઠો બજારમાં ઠલવાઈ શકે છે. આ એક પરિબળે પણ ક્રૂડ ઓઇલમાં ઘટાડો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

Crude Oil

 

બ્રેન્ટ ક્રૂડની સાથે-સાથે WTI ક્રૂડ પણ ઘટ્યુ હતુ અને તે 91 ડોલર પર ઊંચામાં ખૂલીને 90 ડોલરે પહોંચી ગયું છે. આમ અમેરિકા-ઇરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં વધુ પ્રગતિ થાય તો ક્રૂડ ઓઇલના ભાવમાં હજી પણ ઘટાડો થઈ શકે છે. આમ ક્રૂડ ઓઇલના ભાવમાં વૃદ્ધિ અને ઘટાડો બંનેનો આધાર આ મંત્રણા પર રહેલો છે. કમસેકમ વિશ્વને એક યુદ્ધમાંથી તો મુક્તિ મળશે અને ખોરંભાયેલી સપ્લાય ચેઇન ફરી પાછી સક્રિય થશે.

નિષ્ણાતોનું કહેવું છે કે જો અમેરિકા-ઇરાન વચ્ચે છ મહિના પણ શાંતિ રહી તો ક્રૂડના ભાવ 80 ડોલરને આંબી જઈ શકે છે. તેની સાથે-સાથે સપ્લાય ચેઇન પણ વધુને વધુ પૂર્વવત્ સ્થિતિમાં આવી શકે છે અને વિશ્વ વૈશ્વિક શાંતિની દિશામાં આગળ વધી શકે છે.

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn