Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?
હોર્મુઝની ખાડીમાં ટેન્કરો પર હુમલાના જોખમથી સપ્લાયની ચિંતા વધી, પરંતુ IEAના 17 લાખ બેરલ વધારાના સપ્લાયના અંદાજથી ભાવમાં ઘટાડાની શક્યતા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 13 નવેમ્બર 2026ના ઉપલબ્ધ બજાર અહેવાલો મુજબ બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ આશરે $95.45 અને અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયરી (WTI) ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ $88.06ની આસપાસ નોંધાયો હતો. બીજી તરફ, ભારતમાં MCX પર ક્રૂડ ઓઇલના નવેમ્બર વાયદાનો ભાવ આશરે પ્રતિ બેરલ ₹8,406 રહ્યો હતો.
બીજીબાજુ સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઈલના બજાર પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા IEA (ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી) મુજબ, ચોથા ક્વાર્ટરમાં દૈનિક ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા માગ કરતા 17 લાખ બેરલ વધુ રહેવાની સંભાવના છે. વર્તમાન સમયમાં પણ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધ્યું છે. મધ્ય-પૂર્વથી નિકાસ ઝડપથી સ્થિર થઈ રહી છે અને ઈમરજન્સી ભંડારથી પણ ઓઈલ બજારમાં આવશે. વધુ ઓઈલ ઉપલબ્ધ થવાથી ભાવ નીચા જવાની સંભાવના છે. જોકે, ક્રૂડ ઓઈલના જહાજો પર હુમલાનું જોખમ હજુ પણ યથાવત્ છે.
મધ્ય પૂર્વના તણાવથી ઓઈલ બજારમાં ચિંતા
મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય અંગે ચિંતા વધી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલના જહાજોની અવરજવર પર જોખમ ઊભું થવાની આશંકા બજારને અસર કરી રહી છે. સાઉદી અરબના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુથી બળવાખોરોના હુમલાના અહેવાલો અને આંતરરાષ્ટ્રીય શિપિંગમાં અનિશ્ચિતતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવને ટેકો મળી રહ્યો છે.
અમેરિકાના ઓઇલ ભંડાર પર પણ નજર
બીજી તરફ, અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડારમાં વધારો અને વૈશ્વિક માંગમાં નરમાઈ જેવા પરિબળો ભાવમાં વધુ ઉછાળાને મર્યાદિત કરી શકે છે. તેથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે.
ભારત પર શું અસર થશે?
ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાતી ક્રૂડ ઓઇલથી પૂરો કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી દેશના આયાત બિલમાં વધારો થઈ શકે છે. તેની અસર રૂપિયાની કિંમત, મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે છે. જોકે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સીધી અને તાત્કાલિક અસર પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં થાય જ એવું નથી. સરકારી નીતિ, ટેક્સ, રિફાઇનિંગ ખર્ચ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નિર્ણયો પણ મહત્વપૂર્ણ છે.
ઓઈલની ઉપલબ્ધતા દૈનિક માગ કરતા 17 લાખ બેરલ વધુ હશે
IEAના અંદાજ મુજબ આ વર્ષે ચોથા ક્વાર્ટરમાં દુનિયાના બજારમાં ઓઈલની ઉપલબ્ધતા માગ કરતા વધી શકે છે. તેનો અર્થ એ છે કે ઓઈલના ભાવ ઘટી શકે છે. IEAએ શુક્રવારે તેના માસિક રિપોર્ટમાં કહ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે દુનિયામાં ઓઈલની ઉપલબ્ધતા દૈનિક સરેરાશ 10.5 કરોડ બેરલ રહી શકે છે જ્યારે તે દૈનિક માગથી 17 લાખ બેરલ વધુ હશે. અગાઉ IEAને આશંકા હતી કે ચોથા ક્વાર્ટરમાં ઓઈલની અછત સર્જાઈ શકે છે. હવે મધ્ય-પૂર્વમાંથી ઓઈલની નિકાસ ઝડપથી વધતા તસવીર બદલાઈ રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની સંભાવના
બીજીબાજુ ઓઈલ ઉત્પાદક દેશોના જૂથ ઓપેક પ્લસે ઓક્ટોબરમાં દૈનિક 4.123 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કર્યું. તે સપ્ટેમ્બરની સરખામણીમાં અંદાજે 20.4 લાખ બેરલ પ્રતિ દિવસ વધુ હતું. ઓક્ટોબરનું ઉત્પાદન યુદ્ધ પહેલા ફેબ્રુઆરીના સ્તરના લગભગ 97 ટકા જેટલું છે. આમ મધ્ય-પૂર્વમાંથી ઓઈલની નિકાસ ઝડપથી વધવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની ઉપલબ્ધતા વધી રહી છે. હોર્મુઝમાંથી ટેન્કરોનું પરિવહન પણ વધ્યું છે. ઓઈલ ટેન્કરો પર હુમલાના જોખમ છતાં કેટલાક ટેન્કર તેમના ટ્રેકિંગ સિગ્નલ બંધ કરીને હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યા છે. તેને ડાર્ક ક્રોસિંગ કહેવાય છે. તેનાથી ઓઈલની ખેપ બજાર સુધી પહોંચી રહી છે. વધુમાં ઈમર્જન્સી ભંડારમાંથી ઓઈલ આંતરરાષ્ટ્રીય બજારમાં આવી રહ્યું છે. IEAના સભ્ય દેશોએ ફેબ્રુઆરીના અંત સુધી તેમના ઈમર્જન્સી ભંડારમાંથી 7.1 કરોડ બેરલ ઓઈલ ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. તેમાં 1.5 કરોડ બેરલ ડીઝલનો પણ સમાવેશ થાય છે. આમ માગ કરતા ઓઈલની ઉપલબ્ધતા વધતા આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની સંભાવના છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો

Pomegranate Export: વિદેશી માંગ વધતા દાડમની નિકાસમાં ઉછાળો, ખેડૂતોની આવક 25% વધી

Gold Silver Price Today : અમેરિકામાં મોંઘવારીનો ઝટકો! સોનું $4,000ની નીચે, ચાંદીમાં 1.27%નો કડાકો

Gold Demand in India: દિવાળીમાં ભારતીયોએ ખરીદ્યું ₹72,000 કરોડનું સોનું, જાણો કેમ વધ્યો ક્રેઝ





