Rice Production: ચોખાનું ઉત્પાદન ઘટવાની આશંકા, બફર સ્ટોક આપશે રાહત
અસમાન ચોમાસું અને દેશમાં ઓડિશા સહિતના મુખ્ય ચોખા ઉત્પાદક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ભારતમાં ચોખાનું ઉત્પાદન લગભગ 1 કરોડ ટન ઘટી શકે છે. સરકાર પાસે રેકોર્ડ બફર સ્ટોક હોવાથી સ્થાનિક બજારમાં અછત અથવા નિકાસ પ્રતિબંધની શક્યતા હાલ ઓછી માનવામાં આવે છે.

ભારતમાં ચોખાનું વાવેતર લગભગ ગત વર્ષની નજીક હોવા છતાં ઉત્પાદન પર મોટું દબાણ ઊભું થયું છે. ચાલુ ખરીફ સિઝનમાં દેશના કેટલાક મુખ્ય ચોખા ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ અસમાન વરસ્યો છે. ઓડિશામાં સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે પ્રતિ હેક્ટર ઉપજ ઘટવાની આશંકા વધી રહી છે. ચોખાના વેપારીઓના અંદાજ પ્રમાણે ઉત્પાદનમાં લગભગ 1 કરોડ ટનનો ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે આશરે 154 મિલિયન ટનનું વિક્રમજનક ઉત્પાદન થયું હતું, જે ચાલુ સિઝનમાં ઘટીને અંદાજે 145 મિલિયન ટન રહેવાની સંભાવના છે.
USDAએ પણ ઉત્પાદનનો અંદાજ ઘટાડ્યો
અમેરિકાના કૃષિ વિભાગ (USDA)એ ભારતના ચોખાના ઉત્પાદનમાં ઘટ સર્જાય તેવો અંદાજ મૂક્યો છે. વર્ષ 2026-27ની સિઝન માટે ઉત્પાદન લગભગ 150 મિલિયન ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ અંદાજ પહેલા કરતા અનુમાન મુજબ લગભગ 3 મિલિયન ટન ઓછો છે. કૃષિ બજારના જાણકારોના મતે કુલ વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થયો નથી, પરંતુ અલ નીનોની અસરથી વરસાદની અછતથી ભેજની અછત રહેતા પાકની ઉપજને અસર કરી શકે છે.
સરકાર પાસે રેકોર્ડ બફર સ્ટોક
સરકાર પાસે લગભગ 59.6 મિલિયન ટન ચોખાનો બફર સ્ટોક છે, જે જરૂરી જથ્થા કરતાં ઘણો વધારે છે. વર્ષની શરૂઆતમાં દેશનો ચોખાનો જથ્થો લગભગ 58.5 મિલિયન ટન હતો. વર્ષના અંતે તે ઘટીને 53.5 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. આમ, ઉત્પાદનમાં ઘટાડા છતાં દેશમાં પુરવઠો જાળવવા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. મજબૂત સરકારી અનાજ ભંડારને કારણે સ્થાનિક ભાવમાં મોટો ઉછાળો રોકવામાં મદદ મળી શકે છે. સાથે જ સરકારને ચોખાની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ કે કડક નિયંત્રણ લાગુ કરવાની જરૂર પણ ન પડે. એટલે ઉત્પાદનના મોરચે પડકાર હોવા છતાં બફર સ્ટોક ભારત માટે સુરક્ષાકવચ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
Also Read

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો

Pomegranate Export: વિદેશી માંગ વધતા દાડમની નિકાસમાં ઉછાળો, ખેડૂતોની આવક 25% વધી

Gold Silver Price Today : અમેરિકામાં મોંઘવારીનો ઝટકો! સોનું $4,000ની નીચે, ચાંદીમાં 1.27%નો કડાકો





