KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સ્પામ કોલ કરનારાઓની હવે ખેર નહીં! TRAI એ કાપ્યા 1.24 લાખ કનેક્શન

સ્પામ કોલ અને મેસેજ પર TRAIએ કડક કાર્યવાહી કરી છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન UCC નિયમોના ઉલ્લંઘન બદલ 1,24,102થી વધુ ટેલિકોમ રિસોર્સિસ સામે કાર્યવાહી કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન 3,725 SMS હેડર બ્લોક કરવામાં આવ્યા અને 374 સેન્ડર્સને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. સ્પામ કોલની ફરિયાદો માટે TRAI DND એપ સૌથી મોટું માધ્યમ બની રહી છે.

kuberanow deskPublished On : 14 Nov 2026
TRAI
TRAI AI Generated Image

સ્પામ કોલ અને અનિચ્છનીય મેસેજથી ગ્રાહકોને રાહત આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ કાર્યવાહી વધુ કડક બનાવી છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન અનસોલિસિટેડ કોમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે UCC નિયમોના ઉલ્લંઘન બદલ 1.24 લાખથી વધુ ટેલિકોમ રિસોર્સિસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. TRAIની સપ્ટેમ્બર ક્વાર્ટરની રિપોર્ટ મુજબ, નિયમોનો પ્રથમ વખત ભંગ કરનારા 1,10,325 ટેલિકોમ રિસોર્સિસની આઉટગોઇંગ સર્વિસ 15 દિવસ માટે રોકવામાં આવી હતી. જ્યારે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા 13,777 રિસોર્સિસને એક વર્ષ માટે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા.


3,725 SMS હેડર બ્લોક, 374 સેન્ડર્સ બ્લેકલિસ્ટ

TRAIએ આ સમયગાળા દરમિયાન 3,725 SMS હેડર બ્લોક કર્યા છે. સાથે જ 374 સેન્ડર્સને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. બ્લેકલિસ્ટ કરવામાં આવેલા સેન્ડર્સ આ સમયગાળા દરમિયાન નવા ટેલિકોમ રિસોર્સિસ મેળવી શકશે નહીં. TRAIને સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન UCC સંબંધિત કુલ 15.29 લાખ ફરિયાદો મળી હતી. તેમાંથી 7.23 લાખ ફરિયાદો પર કાર્યવાહી કરી શકાય તેવી હતી. આ ફરિયાદો દેશભરના ટેલિકોમ નેટવર્ક પર થયેલા 714.01 અબજ આઉટગોઇંગ કોલ અને 702.28 અબજ SMSના સંદર્ભમાં નોંધાઈ હતી. રિપોર્ટ મુજબ દર 10 લાખ આઉટગોઇંગ કોલ સામે ફરિયાદોનો દર આશરે 2.14 રહ્યો.


92.9% ફરિયાદો TRAI DND એપથી

સ્પામની ફરિયાદ કરવા માટે TRAI DND એપ સૌથી મહત્વનું માધ્યમ બની રહ્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મળેલી કુલ ફરિયાદોમાંથી 14.21 લાખ એટલે કે 92.9% ફરિયાદો TRAI DND એપ મારફતે મળી હતી. 30 સપ્ટેમ્બર સુધી એપના 42.36 લાખ ડાઉનલોડ્સ નોંધાયા હતા. TRAIના જણાવ્યા અનુસાર, ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી AI આધારિત સિસ્ટમોએ આ ક્વાર્ટર દરમિયાન 19.9 અબજ ઇનકમિંગ કોલ અને SMSને શંકાસ્પદ સ્પેમ તરીકે માર્ક કર્યા હતા. તેમાં 18.28 અબજ કોલ અને 1.62 અબજ SMS સામેલ હતા.


45.9 લાખથી વધુ ચેતવણી નોટિફિકેશન

ટેલિકોમ ઓપરેટર્સે સ્પામ કોલ અથવા મેસેજ મોકલવાની શંકા ધરાવતા લોકો અને એન્ટિટીઝને 45.9 લાખથી વધુ વોર્નિંગ નોટિફિકેશન મોકલ્યા. આ ઉપરાંત 34,025 લોકો અથવા એન્ટિટીઝનું e-KYC વેરિફિકેશન કરવામાં આવ્યું. જ્યારે KYC વેરિફિકેશન પૂર્ણ ન કરી શકનારા 9,977 લોકો અથવા એન્ટિટીઝના કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા.


140, 1600 અને 1601 નંબરિંગ સિરીઝ સમજો

TRAIએ ગ્રાહકોને પ્રમોશનલ અને સર્વિસ સંબંધિત કોલ વચ્ચે તફાવત સમજવામાં મદદ કરવા માટે અલગ નંબરિંગ સિરીઝ પણ નક્કી કરી છે. 140 સિરીઝનો ઉપયોગ પ્રમોશનલ કોલ માટે થાય છે. જ્યારે 1600 સિરીઝનો ઉપયોગ બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમા કંપનીઓ અને સરકારી વિભાગોની સર્વિસ તથા ટ્રાન્ઝેક્શનલ કોલ માટે થાય છે. આ ઉપરાંત 10 ઓગસ્ટથી 1601 સિરીઝ શરૂ કરવામાં આવી છે. તેનો ઉપયોગ વીજળી અને પાણી જેવી યુટિલિટી સર્વિસ, લોજિસ્ટિક્સ અને ડિલિવરી કંપનીઓની સર્વિસ તથા ટ્રાન્ઝેક્શનલ કોલ માટે કરવામાં આવે છે.


1.70 અબજ પ્રમોશનલ કોલ બ્લોક

સપ્ટેમ્બર 2026ના ક્વાર્ટરમાં 140 સિરીઝ પરથી 15.27 અબજ પ્રમોશનલ કોલ કરવામાં આવ્યા હતા. DND રજિસ્ટ્રીમાં ગ્રાહકો દ્વારા નોંધાવવામાં આવેલી પસંદગીઓના આધારે તેમાંથી 1.70 અબજ કોલ બ્લોક કરવામાં આવ્યા. રજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સે 660.71 અબજ કોમર્શિયલ SMS મોકલ્યા હતા. ગ્રાહકોની પસંદગીઓની તપાસ કર્યા બાદ 11.09 અબજ પ્રમોશનલ મેસેજ બ્લોક કરવામાં આવ્યા.


22.449 કરોડ ગ્રાહકોએ DND પસંદગી નોંધાવી

TRAIના આંકડા મુજબ, 30 સપ્ટેમ્બર 2026 સુધી 22.449 કરોડ ગ્રાહકોએ DND રજિસ્ટ્રીમાં પોતાની પ્રાથમિકતાઓ નોંધાવી હતી. આ આંકડા દર્શાવે છે કે સ્પેમ કોલ અને પ્રમોશનલ મેસેજને નિયંત્રિત કરવા માટે ગ્રાહકો DND સુવિધાનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે અને TRAI તથા ટેલિકોમ ઓપરેટર્સ પણ નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી વધુ કડક બનાવી રહ્યા છે.


આ પણ વાંચો: OpenAI નું 'ChatGPT Wallet' ફીચર, હવે AI એજન્ટ કરશે તમારા માટે ઓનલાઈન ખરીદી

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

How Safe Is Your Bank Money DICGC 5 Lakh Deposit Insurance

બેંક ખાતામાં ₹5 લાખથી વધુ રકમ છે? આ નિયમ નહીં જાણો તો થઈ શકે છે મોટું નુકસાન

Ramayana Film

Ramayana Box Office: 'રામાયણ'ને તહેવારોએ આપ્યો વેગ, ભારતમાં નેટ કલેક્શન ₹630 કરોડને પાર

Mumbai Property Market

દિવાળીમાં રિયલ એસ્ટેટ માર્કેટે તોડ્યા રેકોર્ડ, 11 દિવસમાં 3,683 ઘરોનું રજિસ્ટ્રેશન

Ayushman Bharat Yojana 112 Diseases Private Hospital Ban

Ayushman Bharat: આયુષ્માન કાર્ડ ધારકોને ઝટકો, 112 રોગોની સારવાર ખાનગી હોસ્પિટલમાં બંધ

Bank Holidays

Bank Holidays: 16થી 22 નવેમ્બરે ક્યાં બંધ રહેશે બેન્કો? શાખાએ જતાં પહેલાં ચકાસો રજાઓની યાદી

Air India

Air India Advisory: અમેરિકા જવાના છો? એરપોર્ટ નીકળતાં પહેલાં ચકાસો ફ્લાઇટનું સ્ટેટસ

Bay of Bengal Depression Warning IMD Rain Alert Nov 15

હવામાન વિભાગનું એલર્ટ: 13 થી 19 નવેમ્બર દરમિયાન આ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

EPFO Warning File ECR Deposit PF Payment By November 15

EPFO Alert: 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરો આ જરૂરી PF કામ, નહીંતર થશે ભારે દંડ