KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Pulses Stock : દાળોના સંગ્રાહખોરો પર સરકારની લાલ આંખ, દર સપ્તાહે આપવો પડશે સ્ટોકનો હિસાબ

સંગ્રાહખોરી અને ઈરાદાપૂર્વકની અછત પર નજર, વેપારીઓથી લઈને મિલર્સ અને રિટેલર્સ સુધી તમામ સ્ટોકધારકો માટે સાપ્તાહિક સ્ટોક ડિક્લેરેશન ફરજિયાત

kuberanow deskPublished On : 14 Nov 2026
Pulse Stock.png
AI Generated Image

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે દાળોના ભાવને નિયંત્રણમાં રાખવા અને સંગ્રાહખોરીની આશંકા ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે સ્ટોક નિરીક્ષણ વ્યવસ્થા આકરી કરી દીધી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે વેપારીઓ, ડીલરો, સ્ટોકિસ્ટો, આયાતકાર, મિલર્સ, જથ્થાબંધ વેપારી અને રિટેલર્સ સહિત બધા જ સ્ટોક રાખનારા એકમો માટે દાળોના સ્ટોકની સાપ્તાહિક જાહેરાત ફરજિયાત કરી દીધી છે. આ બધાએ ગ્રાહક બાબતોના વિભાગના ઓનલાઈન પોર્ટલ પર પ્રત્યેક સપ્તાહે તેમની પાસે ઉપલબ્ધ દાળોના સ્ટોકની માહિતી આપવી પડશે.


ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ દાળ કારોબાર સાથે સંકળાયેલા વેપારીઓ, ડીલરો અને સ્ટોકિસ્ટો સાથે બેઠક કરીને બજારમાં દાળોની ઉપલબ્ધતા અને સ્ટોકની જાહેરાતની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તહેવારોની મોસમ પૂરી થયા પછી દાળોના ભાવમાં તિવ્ર વધારાનું કોઈ ઔચિત્ય નથી. સરકાર બજારમાં પર્યાપ્ત પૂરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવને સ્થિર રાખવા માટે સતત નિરીક્ષણ રાખી રહી છે.


સંગ્રાહખોરી અને ઈરાદાપૂર્વક ઊભી કરવામાં આવતી અછત પર રહેશે નજર

મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે દાળોનો સ્ટોક રાખનારા બધા એકમોએ વિભાગના ઓનલાઈન પોર્ટલ (https://fcainfoweb.nic.in/psp/) પર પ્રત્યેક સપ્તાહે સ્ટોકની વિગતો માહિતી આપવી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો આશય દાળોના પૂરવઠામાં પારદર્શિતા વધારવા, સ્ટોકની વાસ્તવિક સ્થિતિનું આકલન કરવું અને જરૂર પડતા સમયસર હસ્તક્ષેપ કરવાનો છે.


નિધિ ખરેએ બીગ ચેઈન રિટેલર્સ, આયાતકારો, મિલર્સ, વેપારીઓ, ડીલરો અને સ્ટોકિસ્ટોની સાથે અલગ અલગ બેઠકો પણ કરી હતી. તેમાં સપ્લાય ચેઈનના વિવિધ સ્તરો પર ઉપલબ્ધ સ્ટોકની સમીક્ષા કરાઈ હતી. સાથે જ ઈરાદાપૂર્વક અછત ઊભી કરવા, સંગ્રાહખોરી અને નફાખોરી અટકાવવા માટે નિયમિત નિરીક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


Pulse Stock Info.png


ઉત્પાદન અને આયાત સાથે પૂરવઠાની સ્થિતિ વધુ સારી રહેવાની આશા

સચિવે ખરીફ 2026માં અડદ અને અન્ય દાળોના વાવેતરના વિસ્તારમાં ઉત્સાહજનક સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, રવી મોસમનું વાવેતર પણ સતત આગળ વધી રહ્યું છે. આ સિવાય નિયમિત આયાતથી ઘરેલૂ બજારમાં દાળોની ઉપલબ્ધતાને સમર્થન મળી રહ્યું છે.


મંત્રાલયે એ બાબત પર પણ ચિંતા વ્યક્ત કરી કે મંડીઓમાં દાળોના ભાવમાં આવેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી સંપૂર્ણપણે પહોંચી રહ્યો નથી. મિલર્સ, ડીલર્સ અને રિટેલર્સ તરફથી મંડીમાં ઓછા ભાવનો ફાયદો રિટેલ ગ્રાહકો સુધી પર્યાપ્ત રૂપે પહોંચાડવામાં નથી આવી રહ્યો. સરકારે વેપારીઓ પાસેથી નીચા ભાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની અપેક્ષા રાખી છે.


ખાંડ અને ચોખાના ભાવ પર પણ નિયંત્રણ માટે લેવાયો નિર્ણય

1 ઓક્ટોબરથી ખાંડની સીઝન શરૂ થવાની સાથે સ્ટોક રાખવાની મર્યાદા વધુ આકરી કરતા 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ડીલરો માટે મહત્તમ 1,000 ક્વિન્ટલ અને 15 દિવસના વપરાશ જેટલો સ્ટોક રાખવાનો નિયમ લાગુ કરાયો છે. બીજીબાજુ મોટા ઔદ્યોગિક ગ્રાહકોને સપ્ટેમ્બરમાં 15 દિવસના બદલે 30 દિવસનો સ્ટોક રાખવાની મંજૂરી અપાઈ છે, પરંતુ વધારાનો સ્ટોક માત્ર એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ અને ટેરિફ રેટ ક્વોટા હેઠળ આયાતી ખાંડથી લેવાની શરત રખાઈ છે. બીજીબાજુ અનાજ અને ચોખાની બાબતમાં 6 નવેમ્બરે સરકારે સમગ્ર દેશના વેપારીઓ, જથ્થાબંધ વિક્રેતા, રિટેલર્સ, મોટી રીટેલ ચેઈન અને મિલર્સ માટે પ્રત્યેક શુક્રવારે સ્ટોકની માહિતી આપવી ફરજિયાત કરાયું છે. તેના હેઠળ બાસમતી, નોન-બાસમતી પ્રીમિયમ, નોન-બાસમતી, પારબોઈલ્ડ, તૂટેલા ચોખા અને ધાનનો સ્ટોક જાહેર કરવાનો રહેશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold And Silver Prices Today Nov 14 City Wise Retail Rates

Gold Silver Rate Today: 14 નવેમ્બરે અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ

Gold Silver Price Forecast 2027 IBJA Prediction India

સોના-ચાંદીના ભાવમાં તેજીનો ભડકો: 2027 સુધીમાં સોનું 1.88 લાખ અને ચાંદી 5 લાખને પાર પહોંચશે!

Govt Tightens Sugar Mill Stock Limit Rules Quota Cut Alert

ખાંડ મિલોની મનમાની પર લાગશે લગામ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા સ્ટોક અને વેચાણના કડક નિયમો

Sugar Quota

Sugar Quota: નવેમ્બરમાં 26 લાખ ટન ખાંડની ફાળવણી, નવા ઉત્પાદનના વેચાણને પણ છૂટ; ભાવની તેજીને બ્રેક

GOLD

Gold-Silver Buying: ધનતેરસ-દિવાળીમાં સોનાની ખરીદીનો જોરદાર ક્રેઝ, ભારતીયોએ ₹72,000 કરોડનું 52 ટન સોનું ખરીદ્યું

Crude Oil 13.png

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver13.png

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ