Jio Platforms IPO: ફાઇનલ ઇશ્યુ પ્રાઇસ ₹1,119 નક્કી, કંપનીનું વેલ્યુએશન ₹10.3 લાખ કરોડ
રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સના ₹30,213 કરોડના IPO બાદ હવે રોકાણકારોની નજર શેરની ફાળવણી પર છે. અલોટમેન્ટ 26 ઓક્ટોબરે નક્કી થવાની અપેક્ષા છે, જ્યારે 28 ઓક્ટોબરે લિસ્ટિંગનું આયોજન છે. પરિણામ ઉપલબ્ધ થયા બાદ રોકાણકારો PAN અથવા અરજી નંબરથી સ્ટેટસ તપાસી શકશે.

Jio Platforms IPO: Jio Platformsએ તેના IPO માટે અંતિમ ઇશ્યૂ કિંમત પ્રતિ શેર ₹ 1,119 નક્કી કરી છે. આ કિંમત, પ્રતિ શેર ₹ 1,065 થી ₹ 1,119ની નિર્ધારિત પ્રાઇસ બેન્ડની ઉપલી સીમા (upper end) જેટલી છે. રૂ. 30,213 કરોડનો આ IPO 22.19 ગણા મજબૂત સબસ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 70.55 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ, રિટેલ રોકાણકારો, કર્મચારીઓ અને શેરધારકો માટેના હિસ્સા અનુક્રમે 14 ગણા, 2.72 ગણા, 2.93 ગણા અને 7.60 ગણા સબસ્ક્રાઇબ થયા હતા.
Jio પ્લેટફોર્મ્સના IPOમાં અરજી કરી છે તો હવે સૌથી મોટો સવાલ છે—શેર મળશે કે નહીં? બિડિંગ પૂર્ણ થયા બાદ રોકાણકારોની નજર અલોટમેન્ટ પર કેન્દ્રિત થઈ છે. ઉપલબ્ધ સમયપત્રક પ્રમાણે, શેરની ફાળવણી 26 ઓક્ટોબર, 2026ના રોજ નક્કી થવાની અપેક્ષા છે.
Jio પ્લેટફોર્મ્સના IPO માટે અરજી કરવાની પ્રક્રિયા 21 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 23 ઓક્ટોબરે પૂર્ણ થઈ હતી. હવે શેરની ફાળવણી (Allotment) 26 ઓક્ટોબર, 2026નાં રોજ થશે, રિફંડ પ્રક્રિયા અને ડિમેટમાં શેર જમા 27 ઓક્ટોબર, 2026નાં રોજ થશે. BSE અને NSE પર લિસ્ટિંગ 28 ઓક્ટોબર, 2026એ થશે.
IPOમાં કેટલો પ્રતિસાદ મળ્યો?
Jio પ્લેટફોર્મ્સના IPOને કુલ 22.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઓફર કરાયેલા 19,75,25,934 શેર સામે 4,38,26,15,568 શેર માટે બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ એટલે કે QIBનો હિસ્સો 70.55 ગણો ભરાયો હતો. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 14 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.72 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
NSE પર PANથી સ્ટેટસ કેવી રીતે તપાસશો?
NSEના સત્તાવાર પોર્ટલ પર IPOની અરજી અને બિડની વિગતો તપાસવાની સુવિધા છે. એક્સચેન્જના જણાવ્યા પ્રમાણે, રજિસ્ટ્રાર પાસેથી મળેલી અલોટમેન્ટની માહિતી પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
1. NSEનું IPO Bid/Allotment પેજ ખોલો.
2. ‘Equity & SME IPO bid details’ વિકલ્પ પસંદ કરો.
3. Select Symbolમાં સંબંધિત કંપનીનો ઉપલબ્ધ વિકલ્પ પસંદ કરો.
4. PAN નંબર અથવા અરજી નંબર દાખલ કરો.
5. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ઉપલબ્ધ વિગતો તપાસો.
અરજી અથવા બિડની વિગતો દેખાવાનો અર્થ શેરની ફાળવણી થઈ ગઈ એવો નથી. અલોટમેન્ટની પુષ્ટિ માટે ફાળવણીની માહિતી ઉપલબ્ધ થાય તેની રાહ જોવી જરૂરી છે. અલોટમેન્ટ જાહેર થયા બાદ BSE, NSE અને ઇશ્યૂના રજિસ્ટ્રાર KFin Technologies મારફતે સ્ટેટસ તપાસી શકાશે. સંબંધિત ઇશ્યૂ પસંદ કરીને પોર્ટલ પર માગવામાં આવેલી અરજીની વિગતો દાખલ કરવી પડશે.
આ પણ વાંચો: બ્રોકરો ટેકનોલોજી અને રિસર્ચ પર ભાર મૂકેઃ કમલેશ શ્રોફ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Anthropic IPO: Claude બનાવતી કંપનીમાં ભારતીયો કેવી રીતે રોકાણ કરી શકે? જાણો ખરીદીથી ટેક્સ સુધીના નિયમો

Crystal Crop Protection IPO: કૃષિ પાક માટેનાં સોલ્યુશન્સ આપતી કંપનીનો 18 નવેમ્બરે ખુલશે ઇશ્યૂ

Haldiram IPO: ₹10,000 કરોડના ઇશ્યૂની તૈયારી શરૂ, 2027માં લિસ્ટિંગની શક્યતા

Upcoming IPO: Jio અને NSE બાદ હવે મહાનદી કોલફિલ્ડ્સનો મેગા IPO, $1 અબજ એકત્ર કરવાની તૈયારી

MakeMyTrip IPO: ભારતીય કંપનીને SEBIની મંજૂરી, પેરન્ટ કંપની અને ibibo વેચશે શેર

Vedant Poly Fabs IPO : લિસ્ટ થતાં જ Lower Circuit, ₹94નો શેર ઘટીને ₹89.30 પર

Coca-Cola: $1 અબજનો IPO લાવશે, SEBI સમક્ષ DRHP ફાઈલ





