KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મટિરિયલ હેન્ડલિંગ સાધનો ભાડે આપતી Watrana Rentalsનો ખુલશે 19 નવેમ્બરથી IPO

મટિરિયલ હેન્ડલિંગ સાધનો ભાડે આપતી Watrana Rentalsનો IPO 19થી 23 નવેમ્બર દરમિયાન ખુલશે. કંપની સંપૂર્ણપણે નવા શેર જારી કરીને પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવે ₹120 કરોડ એકત્ર કરવા માગે છે. તેમાંથી ₹98.12 કરોડનો ઉપયોગ સાધનો અને બેટરીની ખરીદી માટે થશે.

kuberanow deskPublished On : 14 Nov 2026
Watrana Rentals IPO
Watrana Rentals IPOAI Image

Watrana Rentals IPO: ફેક્ટરીથી વેરહાઉસ સુધી માલસામાનની હેરફેર માટે સાધનો ભાડે આપતી Watrana Rentals હવે શેરબજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. દિલ્હી સ્થિત કંપનીએ શુક્રવારે તેના આગામી IPO માટે પ્રતિ શેર ₹232થી ₹245નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. કંપની આ ભંડોળનો મોટો ભાગ નવા સાધનો ખરીદવા માટે વાપરશે. IPO જાહેર રોકાણકારો માટે 19 નવેમ્બરે ખુલશે અને 23 નવેમ્બરે બંધ થશે. સંસ્થાકીય રોકાણકારો માટે એન્કર બુક 18 નવેમ્બરે એક દિવસ માટે ખુલશે.

 

સંપૂર્ણ નવા શેર જારી થશે

 

કંપની તેના પ્રથમ જાહેર ભરણા દ્વારા પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવે ₹120 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. IPOમાં સંપૂર્ણપણે 49.02 લાખ નવા શેર જારી કરવામાં આવશે.

 

Watrana Rentals IPO


₹98.12 કરોડથી સાધનો અને બેટરી ખરીદાશે

 

Watrana Rentals IPOમાંથી મળતી રકમમાંથી ₹98.12 કરોડનો ઉપયોગ મટિરિયલ હેન્ડલિંગ સાધનો, એરિયલ વર્ક પ્લેટફોર્મ અને બેટરી ખરીદવા માટે કરશે. એરિયલ વર્ક પ્લેટફોર્મ એટલે ઊંચાઈ પર કામ કરવા માટે ઉપયોગમાં લેવાતાં પ્લેટફોર્મ. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો અને જાહેર ભરણા સંબંધિત ખર્ચ માટે વાપરવામાં આવશે.

 

કંપની શું વ્યવસાય કરે છે?

 

સંજીવ કુમાર વત્રાણા અને રાજીવ કુમાર વત્રાણા કંપનીના પ્રમોટર્સ છે. કંપની માલસામાન ઊંચકવા, ખસેડવા અને ગોઠવવા માટે વપરાતાં ફોર્કલિફ્ટ, રીચ ટ્રક અને પાવર્ડ પેલેટ ટ્રક જેવાં મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ ભાડે આપે છે. ભાડાના વ્યવસાય ઉપરાંત કંપની નવાં અને વપરાયેલાં મટિરિયલ હેન્ડલિંગ સાધનોનું ખરીદ-વેચાણ પણ કરે છે. આ સાધનો એટલે કે MHEમાં વપરાતી બેટરીના વેપારમાં પણ તે કાર્યરત છે. કંપની ઉદ્યોગોને ઓટોમોટિવ અને ટાયર, પીણાં, કાચ અને કાગળ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ સેવાઓ પૂરી પાડે છે


એલોટમેન્ટ અને લિસ્ટિંગ ક્યારે?

 

IPOમાં શેરની ફાળવણી 25 નવેમ્બર સુધીમાં અંતિમ થવાની અપેક્ષા છે. કંપનીનું 27 નવેમ્બરે NSE Emerge પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવાની સંભાવના છે. આ તારીખો અપેક્ષિત કાર્યક્રમ મુજબની છે.

 

નફો અને આવકમાં કેટલી વૃદ્ધિ?

 

જૂન 2026માં પૂર્ણ થયેલા 3 મહિનામાં Watrana Rentalsએ ₹7.68 કરોડનો નફો અને કામગીરીમાંથી ₹53.5 કરોડની આવક નોંધાવી હતી. માર્ચ 2026માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો અગાઉના વર્ષની સરખામણીએ 19.3% વધીને ₹29.2 કરોડ થયો હતો. આ જ સમયગાળામાં કામગીરીમાંથી આવક 17.8% વધીને ₹211.4 કરોડ પહોંચી હતી.


Watrana Rentals IPO


આ પણ વાંચો: Anthropic IPO: Claude બનાવતી કંપનીમાં ભારતીયો કેવી રીતે રોકાણ કરી શકે? જાણો ખરીદીથી ટેક્સ સુધીના નિયમો


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn