KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરબજારમાં જોરદાર તેજી: રોકાણકારોની સંપત્તિમાં ₹3 લાખ કરોડનો વધારો, નિફ્ટી 25250 ને પાર

સેન્સેક્સ 773 પોઈન્ટના ઉછાળા સાથે 81800 ની સપાટી કુદાવી ગયો, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ભારે લેવાલી.

desk@kuberanowPublished On : 11 Nov 2026
sensex jumps 773 points nifty closes above 25250 rally
AI generator

Stock Market Closing: શેરબજારમાં આજે જાણે દિવાળીનો માહોલ છવાયો હોય તેવો માહોલ જોવા મળ્યો. 11 નવેમ્બર, 2026 ના રોજ ભારતીય શેરબજારો મજબૂત વધારા સાથે બંધ રહ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થતાં રોકાણકારોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી. ખાસ કરીને, બજારના વ્યાપક સ્તરે, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ લેવાલીનું સારું વાતાવરણ જોવા મળ્યું, જેના પરિણામે રોકાણકારોની સંપત્તિમાં આજે એક જ દિવસમાં ₹3 લાખ કરોડથી વધુનો તોતિંગ વધારો નોંધાયો છે.


બજારમાં તેજીનું મુખ્ય કારણ

આજની આ તેજી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો મોટો ઘટાડો માનવામાં આવે છે. આ ઉપરાંત, બેન્કિંગ સેક્ટરના શેરોમાં પણ લેવાલીનો ટેકો મળતા બજારમાં નફાનો ઉછાળો આવ્યો હતો.


આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 1413.75 પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાવીને 82,520.40 ની સપાટીએ પહોંચ્યો હતો. 26 ફેબ્રુઆરી પછી પહેલીવાર સેન્સેક્સે 82,500 નો આંકડો પાર કર્યો છે. અંતે, સેન્સેક્સ 772.75 પોઇન્ટ (0.95%) ના વધારા સાથે 81,879.40 ના સ્તરે બંધ રહ્યો હતો, જે 27 જાન્યુઆરી પછીનું સૌથી ઊંચું ક્લોઝિંગ લેવલ છે.


નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-50 ની વાત કરીએ તો, ઇન્ટ્રા-ડેમાં તે 379.70 પોઇન્ટ વધીને 25,424.35 ના સ્તરે પહોંચી ગયો હતો. 27 ફેબ્રુઆરી પછી નિફ્ટી પહેલીવાર 25,400 ની સપાટી વટાવી ગયો હતો. જોકે, દિવસના અંતે નિફ્ટી 210.40 પોઇન્ટ (0.84%) ના ઉછાળા સાથે 25,255.05 પર બંધ થયો હતો.


sensex today


રોકાણકારોની સંપત્તિમાં 3.48 લાખ કરોડનો વધારો

આજના ઉછાળાથી રોકાણકારોને મોટી કમાણી થઈ છે. 9 નવેમ્બરના રોજ BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹5,07,26,775.39 કરોડ હતું, જે આજે વધીને ₹5,10,75,632.25 કરોડ પર પહોંચી ગયું છે. આનો સીધો અર્થ એ થયો કે આજે એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં ₹3,48,856.86 કરોડનો જંગી વધારો થયો છે.


સ્મોલકેપ અને મિડકેપમાં પણ તેજી

આજે બજારમાં ચારેતરફ ખરીદીનો માહોલ હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ આજે લગભગ 1% વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 1.5% થી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.


સેન્સેક્સના 30 માંથી 20 શેર ગ્રીન ઝોનમાં

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો આજે પોઝિટિવ ટ્રેન્ડ સાથે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં M&M (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા), ઇન્ડિગો (Indigo) અને ટ્રેન્ટ (Trent) ના શેરોમાં આજે સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.


આજે BSE પર કુલ 4,712 શેરોનું ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 2,913 શેરો વધ્યા હતા, 1,592 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 207 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. ખાસ નોંધનીય બાબત એ છે કે, આજે 144 શેરો તેમની એક વર્ષની ઊંચી સપાટી (52-week high) પર પહોંચ્યા હતા, જ્યારે 57 શેરો એક વર્ષની નીચલી સપાટીએ (52-week low) પટકાયા હતા. આઠ શેરોમાં અપર સર્કિટ લાગી હતી અને 37 શેરોમાં લોઅર સર્કિટ જોવા મળી હતી.


જોકે, બજારમાં તેજી હોવા છતાં, રોકાણકારોમાં થોડો ડર પણ જોવા મળી રહ્યો છે. બજારની અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' આજે 0.86% વધીને 17.57 ના સ્તરે બંધ થયો છે. ઇન્ડિયા VIX નું ઊંચું સ્તર દર્શાવે છે કે ટૂંકા ગાળામાં બજારમાં વધુ અસ્થિરતા આવવાની શક્યતા છે.


આ પણ વાંચોઃ શેરબજારમાં રોકેટ ગતિ: મિનિટોમાં ₹4.5 લાખ કરોડની કમાણી, જાણો ઉછાળાના 3 કારણો


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn