Microsoft Outage : સર્વર ડાઉન થયાના 16 કલાકે પણ કોઈ ઉકેલ નહીં
માઈક્રોસોફ્ટના ગ્લોબલ આઉટેજ પાછળ મુખ્ય કારણ તેની ક્લાઉડ અને ઈમેઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલી ટેકનિકલ ખામી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું, આઉટેજ દરમિયાન Outlook, Microsoft Teams, Microsoft 365 અને Copilot જેવી સેવાઓ ખોરવાઈ

અમેરિકાની ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટની વૈશ્વિક સેવાઓમાં આવેલી ટેનિકલ ખામીની અસર અનેક દેશોમાં જોવા મળી છે. સમસ્યા શરૂ થયાના 13 કલાકથી વધુ સમય પસાર થઈ જવા છતાં વિશ્વની ટોચની ટેક્નોલોજી કંપનીમાંની એકના એન્જિનિયરો આ ખામીને દૂર કરી શક્યા નથી. માઈક્રોસોફ્ટની સેવાઓમાં આઉટેજના કારણે શુક્રવારે પણ અનેક દેશોના કારોબાર, બેન્કિંગ, સરકારી કામકાજ અને જરૂરી સેવાઓ પર અસર થઈ છે. હોંગકોંગમાં બેન્કિંગ સેવાઓ, ઓસ્ટ્રેલિયામાં સરકારી સિસ્ટમ અને જાપાનમાં સરકારી આઈટી સેવાઓ પર તેની અસર પડી છે. બીજીબાજુ ફિલિપાઈન્સની કોર્ટોમાં પણ કામકાજમાં વિલંબ થયો હોવાના અહેવાલ છે. માઈક્રોસોફ્ટ આઉટેજની સમસ્યાને 16 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છતાં કંપની હજુ સુધી તેનું નિવારણ લાવી શકી નથી.
આ ટેકનિકલ ગડબડના કારણે લાખો યુઝર્સને Outlook, Microsoft Teams અને Microsoft 365ની અન્ય એપ્લિકેશન્સનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. માઈક્રોસોફ્ટે કહ્યું કે તેને આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલા અથવા બદઈરાદાપૂર્ણ પ્રવૃત્તિના કોઈ પુરાવા મળ્યા નથી.
માઈક્રોસોફ્ટના ગ્લોબલ આઉટેજની અસર
- ભારતમાં ઈન્ડિગો અને અકાસા એરે એડવાઈઝરી જાહેર કરી
ભારતમાં એરલાઈન્સ કંપનીઓ પર આઉટેજની અસર જોવા મળી. ઈન્ડિગોએ કહ્યું કે, તેની ઈ-મેલ સપોર્ટ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકોની ઈ-મેલથી મોકલાયેલી ફરિયાદો અને સવાલ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. જોકે, કંપની અન્ય ગ્રાહક સહાયતાના માધ્યમથી કામ કરી રહી છે તથા ફ્લાઈટના સંચાલન પર કોઈ અસર થઈ નથી. અકાસા એરે પણ પ્રવાસીઓને ઈ-મેલ સપોર્ટ સેવાઓમાં વિલંબની માહિતી આપતા એડવાઈઝરી જાહેર કરી છે.
- અમેરિકાના અનેક શહેરો અને કંપનીઓના કામ અટવાયા
અમેરિકાના અનેક શહેરોના સ્થાનિક સરકારી તંત્રની ઈ-મેલ સેવાઓમાં વ્યાપક મુશ્કેલી ઊભી થઈ છે. કેટલીક સરકારી ઓફિસોએ લોકોને જરૂર પડતા ફોનના માધ્યમથી સંપર્ક કરવા સલાહ આપી. ઔદ્યોગિક ટેક્નોલોજી કંપની Workhorse Groupએ પણ તેના ત્રિમાસિક ક્વાર્ટરના પરિણામો સંબંધિત કોન્ફરન્સ ટાળવી પડી.
- OpenAI અને એન્થ્રોપિક જેવા AI પ્લેટફોર્મ પર પણ અસર થઈ
આઉટેજની અસર માત્ર માઈક્રોસોફઅટની પોતાની એપ્લિકેશન સુધી મર્યાદિત નથી રહી. OpenAI અને એન્થ્રોપિકે પણ Microsoft 365 ટૂલ્સ સાથે કનેક્ટિવિટીમાં સમસ્યાઓની માહિતી આપી. તેનાથી ખ્યાલ આવે છે કે માઈક્રોસોફ્ટની સેવાઓ પર નિર્ભર અન્ય પ્લેટફોર્મ પણ આ ગડબડથી અસરગ્રસ્ત થયા છે.
- હોંગકોંગમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ
હોંગકોંગમાં Morgan Stanley અને Goldman Sachs જેવી મોટી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓને ઈ-મેલ અને માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરવામાં મુશ્કેલી ઊભી થઈ. અનેક ઈ-મેલ અટકી-અટકીને પહોંચ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં સંદેશા બેકલોગમાં ફસાવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેનાથી વિદેશી ગ્રાહકો સાથે કારોબાર કરતી કંપનીઓનું કામ ખોરવાઈ ગયું.
- ઓસ્ટ્રેલિયામાં સરકારી સેવાઓ અને સ્કૂલોના કામ અટક્યા
ઓસ્ટ્રેલિયામાં સ્કૂલો, કોર્ટો અને સરકારી વિભાગોના કામકાજ પર અસર થઈ. કર્મચારી Outlook અને માઈક્રોસોફ્ટની અન્ય એપ્લિકેશનનો ઉપયોગ નથી કરી શક્યા. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના મંત્રી ટોની બર્કે કહ્યું કે, માઈક્રોસોફ્ટે આ ઘટનાની સરખામણી જુલાઈ 2024માં થયેલી CrowdStrike સાથે કરી હતી. કંપનીને સાયબર હુમલાની આશંકા નથી અને પ્રારંભિક રીતે અપડેટ સંબંધિત સમસ્યાની સંભાવનાવ્યક્ત કરાઈ હતી.
- જાપાનમાં દસ્તાવેજોની ફિઝિકલ કોપીનો આધાર લેવો પડ્યો
જાપાનમાં સરકારી મંત્રાલયો અને એજન્સીઓને ઈ-મેલ મોકલવામાં મુશ્કેલી થઈ. સ્થિતિને જોતા સરકારી કર્મચારીઓને જરૂરી દસ્તાવેજોની ફિઝિકલ નકલો તૈયાર કરવી પડી. જાપાનના નાયબ મુખ્ય કેબિનેટ સચિવ માસાનાઓ ઓઝાકીએ કહ્યું કે અધિકારી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
- ફિલિપાઈન્સની કોર્ટોનું કામકાજ ખોરવાયું
ફિલિપાઈન્સની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, Microsoft 365ની સેવાઓમાં આવેલી ગડબડથી તેના કામકાજ પર અસર થઈ છે. ઈ-મેલના જવાબ અને અન્ય લેવડ-દેવડમાં વિલંબ થઈ શકે છે.
- સિંગાપુરમાં પણ સરકારી ઈ-મેલ સેવા ઠપ
સિંગાપુરની સરકારી ટેક્નલોજી એજન્સી GovTechએ કહ્યું કે, સરકારી ઈ-મેલ સેવાઓ પર અસર થઈ છે. સમસ્યા દૂર કરવા માટે માઈક્રોસોફ્ટ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.
- 74 દેશોમાં નોંધાઈ આઉટેજની ફરિયાદો
આઉટેજને ટ્રેક કરનારી વેબસાઈટ Downdetector મુજબ લગભગ એક કલાકની અંદર 74 દેશો અને ક્ષેત્રોમાં સેવાઓમાં મુશ્કેલી સામે આવી છે. ગુરુવારે Outlookનો ઉપયોગ કરવામાં મુશ્કેલીની ફરિયાદ કરનારા યુઝર્સની સંખ્યા એક સમયે 1.30 લાખથી વધુ પહોંચી ગઈ હતી.
માઈક્રોસોફ્ટ ગ્લોબલ આઉટેજનું કારણ શું હતું?
માઈક્રોસોફ્ટના ગ્લોબલ આઉટેજ પાછળ મુખ્ય કારણ તેની ક્લાઉડ અને ઈમેઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલી ટેકનિકલ ખામી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. આઉટેજ દરમિયાન Outlook, Microsoft Teams, Microsoft 365 અને Copilot જેવી સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
ટેકનિકલ રીતે સમસ્યા કેવી રીતે સર્જાઈ?
હાલના અહેવાલો પ્રમાણે સમસ્યા પાછળની સંભવિત પ્રક્રિયા આ પ્રમાણે હતી:
સર્વર સંબંધિત ખામી : માઈક્રોસોફ્ટના કેટલાક સર્વર અચાનક કામ કરતા બંધ થઈ ગયા.
વધારાનો લોડ : બંધ થયેલા સર્વરનો ટ્રાફિક બાકીના સર્વર પર જતાં તેમના પર દબાણ વધ્યું.
કનેક્ટિવિટીની સમસ્યા : Exchange Online સાથે જોડાણ સ્થાપિત કરવામાં મુશ્કેલી ઊભી થઈ.
રિપેરમાં વિલંબ : માઈક્રોસોફ્ટે કરેલા શરૂઆતના સુધારા અપેક્ષા મુજબ કામ ન કરતાં સર્વિસ પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગ્યો.
આ ઉપરાંત, નેટવર્ક કન્ફિગરેશનમાં તાજેતરમાં થયેલા ફેરફારની પણ તપાસ કરવામાં આવી રહી હતી. જોકે તેને જ અંતિમ કારણ તરીકે પુષ્ટિ આપવામાં આવી નહોતી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gemini 4 Hydrogen: કોડિંગથી Google Search સુધી કામ બનશે ઝડપી, જાણો ફીચર્સ અને કિંમત

Microsoft Outage: ઈમેલથી AI સર્વિસ સુધી અનેક સર્વિસ કલાકોથી ઠપ

Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો

ડોલરને પડકારવા ચીનનો મોટો પ્લાન, 16 નવેમ્બરથી શરૂ થશે નવો ખેલ

Nvidiaના શેર બીજા 9 ટકા ઘટ્યા, CEO Jensen Huangના રાજીનામાની માંગ

MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં LIC, Adani Green,Coforge અને Mishoનો ઉમેરો

કોણ છે એલિસ હુઆંગ? Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધ અને ચીની જાસૂસના આરોપોથી ચર્ચામાં





