KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દિવાળીએ વતન જવાનું સરળ બનશે: GSRTC દોડાવશે 2,400 એક્સ્ટ્રા બસો, 8,000થી વધુ ટ્રીપનું આયોજન

4થી 7 નવેમ્બર દરમિયાન વધારાની બસોનું સંચાલન; સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જતા રત્નકલાકારો સહિતના મુસાફરોને મળશે સુવિધા

KuberadeskPublished On : 22 Oct 2026
Diwali Homecoming on Gujarat Buses.png

દિવાળીના તહેવારોમાં વતન જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા આશરે 2,400 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સુરત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી નિયમિત સેવાઓ ઉપરાંત વધારાની બસોનું સંચાલન કરીને 8,000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ વ્યવસ્થાનો લાભ ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોને મળશે. મુસાફરો માટે એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


4થી 7 નવેમ્બર દરમિયાન વધારાની બસો

દિવાળી નિમિત્તે 4થી 7 નવેમ્બર દરમિયાન નિયમિત બસ સેવાઓ ઉપરાંત એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. વધારાની ટ્રીપ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જતા મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાનું આયોજન છે.


તહેવારો દરમિયાન પરિવાર સાથે દિવાળી ઊજવવા વતન જતા નાગરિકોની મુસાફરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


સુરતના રત્નકલાકારો માટે વતન જવાની સુવિધા

સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રત્નકલાકારો માટે વધારાની બસો ઉપયોગી બનશે. આ ઉપરાંત પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકોને પણ આ સેવાઓનો લાભ મળશે.


સુરતથી આ વિસ્તારો તરફ દિવાળી દરમિયાન થતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.


ડેપો અને વેબસાઈટ પરથી બુકિંગ

મુસાફરો GSRTCની વિભાગીય કચેરીના ડેપો પરથી એક્સ્ટ્રા બસોની સેવાઓ અંગે માહિતી અને બુકિંગની સુવિધા મેળવી શકશે. નિગમની અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્સ તથા કરંટ ઓનલાઈન બુકિંગ પણ ઉપલબ્ધ છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Ahmedabad Chhapra Special Train

Ahmedabad–Chhapra Special Train: 14 નવેમ્બરે દોડશે અમદાવાદથી છપરા સુધી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Heavy Tourist Rush in Gujarat Destinations

દિવાળી વેકેશનમાં દીવ બન્યું 'મિની ગોવા':દ્વારકા-સોમનાથમાં પણ પ્રવાસીઓનો ધસારો

PM Modi Gujarat Visit

PM Modi Gujarat Visit: PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

NTC EVENT PROFILE

NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો

 Vibrant Gujarat 2027

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTC digital record

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

Adani Kutch Copper Partners

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Products Price Rise

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ